June 18th 2008

2 બાલાસિનોરની શૈક્ષણિક સંસ્થાઓ, મારા શિક્ષક મહાનુભાવો અને કેટલાંક સંસ્મરણો

બાલાસિનોરમાં ૧૯૬૩ના વર્ષ સુધી માધ્યમિક શિક્ષણ આપતી એક જ હાઈસ્કૂલ હતી. આ હાઈસ્કૂલનું નામ ધી કૉરોનેશન હાઈસ્કૂલ હતું.

ધી કૉરોનેશન હાઈસ્કૂલના ધોરણ ૮ થી એસ.એસ.સી (ધોરણ ૧૧) સુધીના મારા અભ્યાસ કાળ દરમ્યાન મારા જીવનના ઘડતરમાં તેમજ મારી કારકીર્દીમાં મારા ઘણા શિક્ષકોનો ફાળો અમૂલ્ય રહ્યો છે. જે પૈકીના કેટલાક મહાનુભવોના નામ નીચે પ્રમાણે છે.

શ્રી વિરેન્દ્ર એફ્. મહેતા -આચાર્ય

શ્રી શશીકાન્તભાઈ કડકીયા - આચાર્ય

શ્રી ગોરધનભાઈ બી. પટેલ - આચાર્ય

શ્રીમતી વિરમતીબેન મોદી - આચાર્ય

શ્રી જયંતિભાઈ બી.  ભાવસાર

શ્રી પંડિતજી

શ્રી પ્રભુદાસ ડી.પટેલ

શ્રી બિહારીભાઈ સી.શેઠ

શ્રી ધુમાલ

શ્રી જોષી - હિંદી શિક્ષક

શ્રી શંકરભાઈ દરજી

શ્રી તલાટી (ઊમરેઠના વતની)

શ્રી પાંડુરંગ અયાચીત

શ્રી ગૌરીશંકર ત્રીવેદી

શ્રી મલેક ચાચા

શ્રી શેખ ચાચા

શ્રી જે.એમ.શાહ

શ્રી દિવ્યકાન્તભાઈ

શ્રી હરિભાઈ ઉપાધ્યાય

શ્રી મૂળશંકરભાઈ ઉપાધ્યાય

શ્રી રાવજીભાઈ પટેલ (નાયલોન)

શ્રી રાવજીભાઈ પટેલ (સીપીએડ)

શ્રી અરવિંદભાઈ પટેલ

શ્રી નવિનભાઈ પટેલ

શ્રી મોહનભાઈ પ્રજાપતિ

શ્રી પ્રભાકરભાઈ સુથાર

શ્રી નવિનભાઈ અમીન

શ્રી મુકુંદચાચા

શ્રી અરુણભાઈ શાહ

શ્રી જોષી

શ્રી કનુભાઇ શાહ

શ્રી જે. એમ. શેઠ - ધોરણ ૯ ના અંગેજીના શિક્ષક જેમણે NEWS શબ્દ જે NORTH, EAST, WEST, SOUTH ઉપરથી બન્યો છે એ જણાવ્યું હતું.

શ્રી પંડિતજી સાહેબ ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૧ (એસ.એસ.સી.)માં અંગ્રેજી ભણાવતા હતા. તેઓ મારી Answer sheet સમગ્ર ક્લાસમાં બતાવી કહેતા હતા કે મારી Answer sheet માં ફક્ત મારા માર્ક્સ દર્શાવતા આંકડા સિવાય બીજી એક પણ લાલ  રીમાર્ક નથી-(બીજી કોઈ પણ ભૂલ નથી).

પ્રાથમિક શાળાના મારા અભ્યાસ કાળ દરમ્યાનના મારા કેટલાક શિક્ષક સાહેબો પૈકીના કેટલાક મહાનુભાવોના નામ નીચે પ્રમાણે છે.

શ્રી મગનભાઈ ત્રિવેદી - ધોરણ ૪ ના અભ્યાસ દરમ્યાનના વર્ગ શિક્ષક

શ્રી ઈબ્રાહિમભાઈ ર. વહોરા - ધોરણ ૬ તેમજ ધોરણ ૭ ના અભ્યાસ દરમ્યાનના     વર્ગ શિશક તેમજ વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા માટેના વિશેષ વિષયો અને પાઠ્યપુસ્તક સિવાયના કાવ્યો તેમજ અન્ય ઉપયોગી શિક્ષણ આપનાર શિક્ષક

શ્રી પ્રાણશંકર સુથાર

અન્ય મહાનુભાવો જેમના પાસેથી મેં શિક્ષણ મેળવ્યું છે તે પૈકી નીચેના મહાનુંભાવોનો ફાળો અમૂલ્ય રહ્યો છે.

શ્રી હરિપ્રસાદ શુક્લ

શ્રી ચતુરકાકા

શ્રી શશીકાન્તભાઇ સાહેબે શિખવાડેલી વિધ્યાર્થિની અને દીકરી શબ્દની જોડણી આજે પણ મને યાદ છે.
શ્રી હરિપ્રસાદ શુક્લ સાહેબે શિખવાડેલા અહિં અને અહીં શબ્દના અર્થ આજે પણ મને યાદ છે. અહિં નો અર્થ સાપ થાય છે, જ્યારે અહીં નો અર્થ આ જગ્યાએ થાય છે.

શ્રી શંકરભાઈ ભોઈ - પટવાશેરીમાં અમારા પાડોશી હતા તેમજ તેમણે મને કેટલીક ગુજરાતી ભાષાની જોડણી શીખવાડી હતી. કૂવો શબ્દ આવા શબ્દો પૈકીનો એક છે. જો કે મારી જોડણી સાચી હતી પણ મેં તેને મારી સ્ટાઈલમાં લખવાની ટેવ પ્રમાણે કૂ ને ફ પ્રમાણે લખવાની મારી પધ્ધતીથી અર્થ બદલાઈ જાય છે તે શ્રી શંકરભાઈએ સમજાવ્યું હતું.

હાલમાં બાલાસિનોરમાં શ્રી બાલાસિનોર કેળવણી મંડળ સંચાલિત બે માધ્યમિક શાળાઓ છે.
૧ શ્રી ઑચ્છવલાલ શેઠ હાઈસ્કૂલ
(ધી કૉરોનેશન હાઈસ્કૂલનું નામ બદલી શ્રી ઑચ્છવલાલ   શેઠ હાઈસ્કૂલ નામ        રાખવામાં આવ્યું છે.)
૨ શ્રી પુનમચંદ વૈધરાજ વિધ્યાલય ગર્લ્સ હાઈસ્કૂલ
ઊચ્ચતર શિક્ષણ માટે આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ છે.
આઈ ટી આઈ કૉલેજ પણ છે.

પટવાશેરીમાં અમારા જુના ઘરની પાસે આર્ષ વિધ્યાલય છે.
તેની નજીકમાં જ બાલ મંદિર પણ છે.આ બાલ મંદિરના ઓટલે બેસી હું અને મારા મિત્રો ઘણી વખત વાંચન પણ કરતા હતા.

મોઢેશ્વર મહાદેવ ના મેડા ઉપર એક રુમ હતી.આ  રુમ અમારો વાંચન ખંડ હતો. જ્યાં હું, ભાનુ અને રસેશ વાંચન કરતા હતા.

મારા ધોરણ દશના અભ્યાસ કાળ દરમ્યાન તારીખ ૦૩, ફેબ્રુઆરી ૧૯૬૨ ના દિવસે યોજાયેલ સ્વયં શિક્ષક દિનના રોજ હું આચાર્ય બન્યો હતો. આ દિવસની યાદગીરી નિમિત્તે કેટલાક ફોટા પણ પાડવામાં આવ્યા હતા. જે પૈકી મારો, શ્રી શશીન્તભાઈ કડકીઆ સાહેબ - તત્કાલીન આચાર્ય અને શ્રી પુનમચંદ વૈધ્યરાજ -અગ્રગણ્ય મહાનુભાવ સાથેનો ફોટો આજે પણ મારી પાસે છે, તેમજ તે દિવસના સંસ્મરણોની યાદ અપાવે છે.

ધોરણ ૯ ના મારા અભ્યાસકાળ દરમ્યાન ધોરણ ૯ ના પાંચ વર્ગ હતા અને બધા જ વર્ગોમાં પ્રથમ નંબર માટે મારા અને રાજકુમાર ભટનાગર વચ્ચે સ્પર્ધા હતી.શ્રી જયન્તિભાઈ ભાવસાર સાહેબ મને દરરોજ સલાહ આપતા કે જો પ્રથમ નંબર લાવવો હોય તો સખ્ત મહેનત કર. તેમની આ સલાહને મેં મહત્વની ગણી, સખ્ત મહેનત કરી મારો પ્રથમ નંબર જાણવી રાખ્યો હતો. તેમની આ સલાહનું દ્રશ્ય આજે પણ મને યાદ છે તેમજ જે સ્થળે આ સલાહ આપતા તેનું દ્રશ્ય પણ યાદ આવ્યા કરે છે.

મારા ધોરણ ૭ ના અભ્યાસ દરમ્યાન બધા વર્ગમાં પ્રથમ નંબર માટે મારા અને ભાનુ મોતીભાઈ માછી વચ્ચે સ્પર્ધા રહેતી હતી. ધોરણ ૭ અ માં મારા વર્ગ શિક્ષક શ્રી ઈબ્રાહિમભાઈ વહોરા હતા અને શ્રી મોતીભાઈ ધોરણ ૭ બ ના વર્ગ શિશક હતા તેમજ ભાનુ માછી ધોરણ ૭ બ માં હતો. સમાજ વિધ્યામાં મારા ગુણ ઓછા કરવા માટે પરીક્ષકે ગુજરાતી ભાષા પ્રમાણે જોડણીની ભૂલ કાઢી હતી છતાં ય ભાનુ માછીથી મારા ગુણ ઓછા થયા ન હતા અને મેં મારો પ્રથમ નંબર જાળવી રાખ્યો હતો.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

You must be logged in to post a comment.

 Type in