June 18th 2008

2 ગઝલ અને શાયરી સંગ્રહ અને પ્રેમનું મહત્વ

ન ધરા સુધી ; ન ગગન સુધી ;                                 

   ન તો ઉન્નતિ  કે પતન સુધી;

આપણે તો જવું  હતું ………

                                               બસ એક મેક ના મન સુધી……..

  ………..ગની દહીંવાલા

******************* 

       ધાન્ય, પાણી, લક્ષ્મીના ઢગલા કરી વહેંચી લીધા,
                                         

                                         ધર્મ અને ઈમાનના હિસ્સા કરી વહેંચી લીધા,
     

        આખરે કંઈ ના મળ્યું તો બાળકોએ હઠ કરી,
                                        

                                         મા ભોમની લાશના કટકા કરી વહેંચી લીધા.

 …………ભારત પાકિસ્તાનના ભાગલા  પડ્યા ત્યારે એક શાયરે લખેલી ગઝલ

*********************

વધારે હોય પૈસો યાર,

તો માણસોને ઊભા કર,

તું ઈશ્વરનાં નવાં મંદિર,

નવાં આવાસ રહેવા દે.

…………………..હિતેન આનંદપરા

* * * * * *

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,

એ વિનાની સર્વ વાતો તર્ક છે.

………………..હિતેન આનંદપરા

 * * * * * *

“I  LOVE  YOU”

અહીં “હું તેને પ્રેમ કરું છું” માં થી જો “I”  એટલે કે “હું” ને અને “YOU” એટલે કે “તું” ને કાઢી નાખીએ તો માત્ર “LOVE” એટલે કે “પ્રેમ” જ રહે. અહી પ્રશ્ન ફક્ત હું અને તું નો જ છે; પ્રેમમાં હું અને તું હોય જ નહિં; ફક્ત પ્રેમ જ હોય.

……………..પુજ્ય મોરારી બાપુની રામ કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલું સુત્ર.

* * * * * *

ઓશો રજનીશના પુસ્તકમાંથી એક ઓશો સંન્યાસીએ પ્રેમ વિષે સંકલિત કરેલા કેટલાક અંશ નીચે મુજબ છે.

હ્નદય જ્યારે પ્રેમ પૂર્ણ બને છે ત્યારે જ વ્યક્તિત્વમાં એક તૃપ્તિનો ભાવ-એક રસ પૂર્ણ તૃપ્તિનો ભાવ જન્મે છે. જ્યારે તમે કોઈના માટે જરા પણ પ્રેમ પૂર્ણ થાઓ છે એ  જ તૃપ્તિની ક્ષણો હોય છે. ત્યારે પ્રેમની કોઈ શર્ત હોતી નથી.

આપણો પ્રેમ જેમ જેમ વધતો રહે તેમ તેમ જીવનમાં કામની સંભાવના ઘટતી જાય છે.

પ્રેમ અને ધ્યાન બંને મળીને ઈશ્વરનું દ્વાર ખોલી નાખે છે.

પ્રેમ + ધ્યાન = પરમાત્મા

પ્રેમને ધ્યાનનો સંયોગ થાય છે ત્યારે પરમાત્મા ઉપલબ્ધ થાય છે અને આ ઉપલબ્ધિ જ બ્રહ્મચર્ય રુપે ફળે છે.

* * * * * *

પછી “તું” ને “તું” યાદ રહેશે તને;

જરા પહેલાં “હું” ને ભૂલાવી તો જો………….

* * * * * *

“હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે;”

………………….નરસિહ મહેતા

* * * * * *

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

You must be logged in to post a comment.

 Type in