June 17th 2008

1 ભજન અને સ્તુતિ સંગ્રહ

જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો….
                             જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે…..
                               જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઈ દૃષ્ટે આવે નહીં,
ભવન પર ભવન પર છત્ર દાખે….
                                   જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે….
                                 જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન કર્મ વચનથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સુઝે….
                                જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિ ને જ જાચું….
                               જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને
                                                     ………નરસિંહ મહેતા

***************

ગોપી ગીત

તવ કથામૃતં તપ્તજીવન કવિભિરીડિતં કલ્મષાપહમ્ l

શ્રવણમઙગલં શ્રીમદાતતં ભૂવિ ગ્રણન્તિ તે ભૂરિદા જનાઃ ll

હે નાથ ! આપનું પરમ આનંદને આપનારું કથાનું અમૃત આ સંસારમાં બળી રહેલા લોકોનું જીવન છે. રસિક, જ્ઞાની પુરુષો અને કવિઓ પણ તેનાં વખાણ કરે છે. તેના શ્રવણ માત્રથી જ તે આનંદ આપે છે, તેમજ કલ્યાણ કરે છે. જેની શ્રી લક્ષ્મીજી પણ અપેક્ષા રાખે છે. શ્રોતા અને વક્તા એ બંનેને લક્ષ્મીની અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે. વળી આ કથામૃત જે સર્વત્ર વ્યાપીને રહેલું છે અને જેના ભગવદીય વ્યાસ, શ્રી શુકદેવજી વગેરે જગતમાં યશોગાન કરે છે, તે મહાપુરુષો ઘણા જ દાતાઓ છે. તે કથામૃતનું ગાન પૃથ્વી ઉપર જે કરે છે તે મહાજ્ઞાની છે.

* * * * *

(૧)

જયતિ તેડધિકમ્ જન્મના વ્રજઃ

શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ

દ્યિત દશ્યતાં દિક્ષુ તાવકાસ્ત્વ્યિ

ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે     

(૨)

શરદુદાશયે સાધુજાતસત્સ

રસિજોદર શ્રીમુષા દશા

સુરત્નાથ તેડશુલ્કદાસિકા વરદ

નિન્ધતો નહ કિં વધઃ

(૩)

       વિષજલાપ્યયાત્  વ્યાલરક્ષસાત્ -

વર્ષમારુતાત્ વૈધુતાનલાત્

વૃષમયાત્મજાતુ વિશ્વતોભયાત્ -

ઋષભ તે વયં રક્ષિતા મુહુ

(૪)

ન ખલુ ગોપિકાનન્દનો

ભવાનખિલદેહિનામન્તરાત્મદક્

વિખનસાર્થિતો વિશ્વગુત્પેય-

સખ ઉદેયિવાન્સાંત્વતાં કુલે

(૫) 

* * * * *

શ્રી આધ્ય શક્તિ સ્તવન

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિધ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુધ્ધિ દૂર કરીને સદબુધ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિં લગીર કોઈ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

આ રંકને ઉગરવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો;
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું;
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ના શાસ્ત્રના શ્રવણનું પય પાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું,
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

રે રે ભવાનિ બહું ભૂલ થઈ જ મારી,
આ જિંદગી થઈ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ખાલી ન કંઈ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંઘકારી કરી દૂર સુબુધ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ તળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શ્રી સદગુરુ શરણમાં રહીને યચું છું,
રાત્રીદિને ભવાનિ તુજને ભજું છું,
સદભક્ત સેવક તણા પરિતાપ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

અંતર વિષે અધિક ઊર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

*****

શ્રવણ કીર્તન વિષ્ણો સ્મરણાં પાદસેવનમ્

અર્ચનં વંદનં દાસ્યં સખ્યમાત્મ નિવેદનમ્

ભક્તિના નવ પ્રકાર છે.

 ૧ ભગવાનના નામનું શ્રવણ

 ૨ કીર્તન

 ૩ સ્મરણ

 ૪ પાદસેવન

 ૫ અર્ચન

 ૬ વંદન

 ૭ દાસ્ય

 ૮ સખ્ય

 ૯ આત્મ નિવેદન

*****

કૈલાસ કે નિવાસી નમું બારબાર હૂં

  આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ

ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના કિયા

                                             માંગા જિન્હેં જો ચાહા વરદાન દે દિયા

બડા હૈ તેરા દાયજા બડા દાતાર તૂ (૨)

  આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ

બખાન ક્યા કરું મૈં રાખો કે ઢેર કા

  ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા

હૈં ગંગાધર મુક્તિ દ્વાર ૐકાર તૂ

  આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ…

ક્યા ક્યા નહી દિયા હૈ, હમ ક્યા પ્રમાણ દે,

  બસે ગયે ત્રિલોક શંભુ તેરે દાન સે

ઝહર પિયા જીવન દિયા, કિતના ઉદાર તૂ

                                             આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ….

તેરી કૃપા બિના નહીં એક હી અણુ,

                                              લેતે હૈ શ્વાસ તેરી દયા સે તનુ તનુ

કહે દાદ એક બાર મુઝકો નિહાર તૂ

                                              આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તૂ…

*****

અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથજી રે

દર્શન આપો, દુઃખડા કાપો (૨) મેવાડના શ્રી નાથજી…અમી ભરેલી..

ચરણકમળમાં શીશ નમાવું વંદન કરુ શ્રીનાથજી રે

દયા કરીને ભક્તિ દેજો (૨) મેવાડના શ્રીનાથજી…અમી ભરેલી…

હું દુઃખીયારો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી રે

આશિષ દેજો, ઉરમાં લેજો (૨) મેવાડના શ્રીનાથજી રે…અમી ભરેલી..

તારા ભરોંસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી રે

બની સુકાની પાર ઉતારો (૨) મેવાડના શ્રીનાથજી રે…અમી ભરેલી..

ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજો શ્રીનાથજી રે

મુંજ આંગણમાં વાસ તમારો (૨) મેવાડના શ્રી નાથજી રે…અમી ભરેલી..

# # # # #

ઇતની શક્તિ હમે દેના દાતા

મન કા વિશ્વાસ કમજોર હો ના …(૨)

હમ ચલે નેક રસ્તે પે,

હમસે ભૂલકર ભી ભૂલ હો ના… ઇતની….

દૂર અજ્ઞાન કે હો અંધેરે,

તુ હમે જ્ઞાન કી રોશની દે…(૨)

હર બુરાઇ સે બચતે રહે હમ,

જીતની ભી દે ભલી જિંદગી દે,

બેર હો ના કિસીકો કિસીસે,

ભાવના મનમેં બદલે કી હો ના…ઇતની..

હમ ન સોચે હમે ક્યા મિલા હૈ,

હમ યે સોચે હમે કિયા ક્યા હૈ અર્પણ..(૨)

ફલ ખૂશીયોં કે બાટે સભી કો,

સભકા જીવન હી બન જાયે મધુબન

અપની કરુણા ક જલ તુ બહાકર,

કર દે પાવન હરેક મન કા કોના..ઇતની…

# # # # #

ભૂતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,

પૂણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે, …ભૂતલ

હરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,

નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે,….ભૂતલ

ભરતખંડ ભૂતલમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે,

ધન ધન એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે,…ભૂતલ

ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,

અષ્ટ મહાસિધ્ધિ આંગણીયે ઊભી, મુક્તિ છે એમની દાસી રે, …ભૂતલ

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,

કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે,…ભૂતલ

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

You must be logged in to post a comment.

 Type in