P ગણેશ
શ્રી ગણેશાય નમઃ
વર્ણાનામર્થસંધાનાં
રસાનાં છન્દસામપિ l
મંગલાનાં ચ કર્તારૌ
વન્દે વાણીવિનાયકો ll
આચાર્ય યુલસીદાસજી રામ ચરિત માનસનની શરુઆત ભગવતી સરસ્વતી અને ગણેશ વંદનાના ઉપરોક્ત શ્લોકથી કરે છે.
વર્ણ માળાના વર્ણો ( અક્ષર), તેનાથી થતા શબ્દો, તેના અર્થો, અને એ અર્થોમાંથી ઉત્પન્ન થતા અનેક રસો અને અલંકારોથી યુક્ત શાસ્ત્રોથી જગતનું હિત કરનારાં ભગવતી સરસ્વતી અને વિઘ્નહર ગણેશને હું વંદન કરું છું.
શ્રી ગણેશને વિઘ્નેશ્વર દેવ તરીકે આપણે સ્થાપી સર્વ શુભ કાર્યની શરુઆત કરીએ છીએ.
વક્ર તુંડ મહાકાય સૂર્ય કોટિ સમ પ્રભ l
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ll
વાંકી સૂઢવાળા, મોટી કાયાવાળા, સૂર્યના જેવા પ્રભાવવાળા, હે ગણપતિ દેવ મારાં બધાં કામોમાં મને હંમેશાં વિઘ્ન વગરનો કરો, મારાં સર્વ કાર્યોમાં આવતાં વિઘ્નો દૂર કરો.
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય l
લંબોદરાય સકલાય જગદ્વિતાય ll
નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય l
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ll
વિઘ્નોના ઈશ્વર, વરદાન આપનારા, દેવોના વ્હાલા, મોટા પેટવાળા, કળાવાળા, જગતનું હિત કરનારા, હાથીના જેવા મુખવાળા, વેદરુપી યજ્ઞથી શોભાયમાન થયેલા, શ્રી પાર્વતીના પુત્ર, હે ગણપતિ અમે તમને નમસ્કાર કરીએ છીએ.
એકદન્તં શૂપકર્ણ ગજવક્રં ચતર્ભૂજમ્ l
પાશામંકુશધરં દેવં ધ્યાયેત સિધ્ધિ વિનાયકમ્ ll
એક દાંતવાળા, સૂપડા જેવા કાનવાળા, હાથીના જેવી વાંકી સૂઢવાળા, ચાર ભૂજાવાળા, હાથમાં પાશ અને અંકુશથી સજ્જ હે વિનાયક મારાં સર્વે કાર્યોને સફળ - સિધ્ધ કરો.


Powered By